જિંદગી જીવવાની રીત

મિત્રો,
ભગવાને આપણને બધા કરતા વિશેષ મનુષ્ય જન્મ આપ્યો. એમાં પ્રથમ ૨૦ વર્ષો તો માર્ત સમજણ આવવામાંજ જતા રહ્યા. હવે રહ્યા માત્ર ૪૦ વર્ષો. તો શા માટે લોકો સાથે ઝગડીને, દુશ્મન સાથે લડીને સમય બરબાદ કરવો? તો ચાલો આજે આપણે આપણાં તમામ દુશ્મનોને માફ કરી દઈએ. અને બાકીના જીવનમાં લોકોને પ્રેમ કરીએ અને ચાહીએ અને એવું કંઈક સારું કાર્ય કરીએ કે જેથી લોકો આપણાં એક વચનથી પોતાનું જીવન પરિવર્તન કરે.
ખરેખર કોઈ રાજકારણી એક વાક્ય બોલે તો લોકોનું જીવન પરિવર્તન થઇ જવું જોઈએ. પરંતુ તેઓ પોતે એવું જીવન જીવ્યા નથી કે જેથી તેઓ લોકો પર પ્રભાવ પાડી શકે.
તો ચાલો આજે આપણે આપનાથી જ શરૂઆત કરીએ. અને સૌ પ્રથમ આપણાં પરિવારને સમજવાનો પ્રયત્ન કરીએ અને આગળ વધીએ.
શુભેચ્છા સહ,
યોગેશ પટેલ
Advertisements
Posted in જીવન જીવવાની રીત | Tagged , , | Leave a comment